“હનીટ્રેપમાં યુવાનને ફસાવી લાખો રૂપીયાની માંગણી કરતા હનીટ્રેપના બનાવમાં બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટેમા ગુના રજીસ્ટર નંબર ११२०५०४२२५०३०१ બી.એન.એસ. કલમ ૩૦૮(૬),૩૫૧(૨),૬૧(૨),૨૦૪ મુજબ ગઈ તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ આ કામેના આરોપીઓએ આ કામે ના ફરીયાદી પાસેથી રૂપીયા પડાવવાનુ કાવતરૂ રચી જે કાવતરાના ભાગ રૂપે આરોપી મુસ્કાન વાળીએ ફરીયાદીને હિલગાર્ડન મા લઇ જઈ હિલગાર્ડથી ફરીયાદી તથા આરોપી મુસ્કાન બન્ને મોટર સાઇકલ ઉપર જતા હતા ત્યારે આરોપી અબ્દુલ હમીદ સમા વાળાએ આ ફરીયાદી તથા આરોપી મુસ્કાનના ફોટા પાડી ફોટા આરોપી ન.મુસ્કાન, અબ્દુલ હમીદ સમા તથા સરફરાજ રઝાક ખાટકી વાળા સાથે મળી આરોપી મામદ નોડે વાળાને મુસ્કાનનો ખોટો પતિ બનાવી ફરીયાદીને ઘમકાવી ફરીયાદીને તમામ આરોપીઓએ રચેલ આ સમગ્ર મામલો પતાવવા કરવા માટે ફરીયાદી પાસે થી રૂ.૧૯૦૦૦૦૦/ ની માંગણી કરી રૂ.૧૯૦૦૦૦૦/ આ તમામ આરોપીઓએ ફરીયાદી પાસે લઈ તથા ભુજ સીટી એ ડિવિઝન મા ખોટી અરજી કરી સમાધાન ના નામે પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર આરોપીએ અબ્દુલ હમીદ સમા તથા સરફરાજ રઝાક ખાટકી નાએ ફરીયાદી પાસે થી રૂ. ૩૦૦000/ મેળવી એમ કુલ્લે રૂ.૨૧૦૦૦૦૦/મેળવી લઇ ગુન્હો કરેલ.

જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ-કચ્છ, ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, નવીનભાઇ જોષી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન પટેલ તથા ડ્રા. અશ્વિનભાઇ ગઢવીનાઓ ઉપરોક્ત ગુનાના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધરે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હા કામે પોલીસ તપાસથી નાસતા ફરતા આરોપી (૧) શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમ્મદ નોડે તથા (૨) મહમ્મદ ઉર્ફે મામદ ઇસ્માઇલ નોડે રહે. બન્ને મકાન નંબર – ૮૧, જગદંબા સોસાયટી, કીડાણા તા.ગાંધીધામ વાળા હાલે વડોદરા રહે છે. જે સચોટ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ટીમ દ્વારા વડોદરા તપાસ કરતા મજકુર બન્ને ઇસમો મળી આવેલ જેથી ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • પકડાયેલ આરોપીઓના નામ

શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમ્મદ નોડે રહે. મકાન નંબર – ૮૧, જગદંબા સોસાયટી, કીડાણા તા.ગાંધીધામ

મહમ્મદ ઉર્ફે મામદ ઇસ્માઇલ નોડે રહે. મકાન નંબર – ૮૧, જગદંબા સોસાયટી, કીડાણા તા.ગાંધીધામ