ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી: ગોડાઉનનો માલિક ફરાર: હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા: 20થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા


બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગમાં 17 મજુરોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે દાયાં હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. સમગ્ર ઘટનામાં હાલ ગોડાઉનનો માલિક ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટના સમયે 20થી વધુ લોકો અંદર હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10ધુના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. જેને સિવિલમાં પીએ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
આગ એટલી ભંયકર હતી ગોડાઉનની જગ્યાએ કાટમાળના થર લાગી ગયા છે જેને જેસીબીની મદદથી હટાવવાની કામગીરી ચાલી રહી છે.