સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ૨  એપ્રિલના નિ:શુલ્ક કેમ્પનું આયોજન

copy image

copy image

   નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત નિ:શુલ્ક મધુમેહ નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સિનિયર સિટીઝન કેર કેમ્પ, નિ:શુલ્ક હરસ-મસા-ભંગદર નિદાન સારવાર કેમ્પનું તા. ૦૨/૦૪/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકસ-રે તપાસ, ૧૦ દસ દિવસથી વધુ ખાસી શ્વાસના દર્દીઓની તપાસ નિ:શુલ્ક કરી આપવામાં આવશે.

  સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત કેમ્પમાં ડાયાબિટીસની મફત આયુર્વેદિક /હોમિયોપેથીક ઔષધીય સારવાર, દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મફત બ્લડ સુગર ચેકઅપ, ડાયાબીટીસ તથા હરસ-મસા-ભગંદરની આયુર્વેદિક/હોમિયોપેથીક ઔષધીય સારવાર તથા રોજિંદી લાઈફસ્ટાઈલ તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે તેમજ જુની શરદી, દસ દિવસથી વધારે ખાંસી તથા દમના દર્દીઓ માટે નિ:શુલ્ક  એક્સ-રે તપાસ કરવામાં આવશે. 

     કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રહેશે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે યોજાશે તેવું સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની યાદીમાં જણાવાયું છે.