પાવરપટ્ટીનાં બિબ્બર ગામમાં શોર્ટ-સર્કિટના કારણે પાદરમાં આગ ભભૂકી ઉઠતા પાક બળીને ભશ્મ થયો

 સૂત્રો જણાવી રહ્યા છે પાવરપટ્ટીનાં બિબ્બર ગામમાં શોર્ટ-સર્કિટના કારણે પાદરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવમાં  એરંડાનો પાક અને ગાડું બળીને ભસ્મ થઈ ગયું હતું. આ અંગે વધુમાં પ્રપાત થતી વિગતો મુજબ બિબ્બર ગામના પાદરમાં ખરવાડ નજીક લાગેલી આગ ખેડૂત જાડેજા કરસનજી સામતજીનાં ખળાંમાં એરંડાના પાકના મોટા ઢગલા સુધી ફેલાઈ હતી.  ત્યારે આ આગના બનાવમાં 25થી 30 ગૂણી જેટલો એરંડાનો પાક બળીને ભશ્મ થયો હતો. આ બનાવમાં સદભાગ્યેકોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ખેડૂતને આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.