“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઇટનું ખનન કરતા કુલ 1 કરોડ 40 લાખના વાહનો તથા મશીનો પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૧૬,૨૧,૯૫૧/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઇટ(ખનીજ)નું ખનન કરતા બે એસ્કેવેટર મશીન તથા ત્રણ ડમ્પર તથા એક જે.સી.બી. મશીન એમ કુલ્લે ૧,૪૦,૦૦,૦૦૦/-(એક કરોડ ચાલીસ લાખ)ના વાહનો તથા મશીનો પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૧૬,૨૧,૯૫૧/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને ગઈ તા.૧૯/૦૩/૨૦૨૫ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા તથા મુળરાજભાઇ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા મુળરાજભાઇ ગઢવીનાઓને ખાનગીરાહે સયુક્ત બાતમી હકીકત મળેલ કે, વાંઢ ગામથી શેરડી તરફ જતા રસ્તે જખદાદાના મંદીરના પાછળના ભાગે આવેલ જમીનમાં રતનભાઈ અભરામભાઈ સંઘાર રહે. શેરડી તા.માંડવી વાળાઓ ગે.કા. રીતે બેન્ટોનાઇટ (ખનીજ) નું ખોદકામ ચાલુમાં છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બે એસ્કેવેટર મશીન તથા ત્રણ ડમ્પર તથા એક જે.સી.બી. મશીન વડે ખાણકામ ચાલુમાં હાલતમાં જોવામાં આવેલ તેમજ સાત ઇસમો ખાણ કામ કરતા હાજર મળી આવેલ જેથી મજકુર રતનભાઈ અભરામભાઈ સંઘાર રહે. શેરડી તા.માંડવી વાળા પાસે સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઇ લીઝ આવેલ છે કે કેમ ? કે તેઓએ કોઇ પરવાનગી મેળવેલ છે કે કેમ ? તે બાબતે કોઇ આધાર-પુરાવા હોઇ તો રજુ કરવા જણાવતા તેઓની પાસે કોઇ લીઝ કે પરવાનગી નહી હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારૂ ખાણ ખનીજ વિભાગ, ભુજ નાઓને સ્થળ તપાસણી સારૂ જાણ કરવામાં આવેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો / મશીન સીઝ કરી સદર બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા કુલ્લે કિં.રૂ.૧૬,૨૧,૯૫૧/- નો દંડ વસુલ કરવામાં આવેલ.