ભચાઉના આધોઈમાં એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો

copy image

ભચાઉ ખાતે આવેલ આધોઈમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા ધોકા વડે હુમલો કરી દેવામાં આવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મારકૂટના બનાવ અંગે આધોઈ શાંતિનગરમાં રહી પાંઉભાજીની લારી ચલાવનાર કરણ દેવજી પ્રજાપતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી ગત તા.2/4ના ઘરે હતો તે દરમ્યાન અન્ય કોઈ શખ્સે તેને રામમંદિર નજીક બોલાવ્યો હતો. ફરિયાદી પોતાના આ મિત્રને મળવા ગયો હતો. તે સમયે આરોપી શખ્સો ત્યાં આવી અને અમારા વાસમાં આવવાની વારંવાર ના પાડી છે છતાં કેમ આવ્યો છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ આ યુવાન પર ધોકા વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત ફરિયાદીની બાઈકમાં ધોકા મારી નુકસાન પહોચડ્યું હતું. ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.