અંજાર ખાતે આવેલ વીરા ગામમાં 15 થાંભલા પરથી 36 હજારના વાયરની ચોરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

અંજાર ખાતે આવેલ વીરા ગામના સીમમાં 15 થાંભલા પર ચાલુ વીજલાઇનના રૂા. 36,772ના વાયરની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે ત્રણ માસ અગાઉ બનેલ બનાવ અંગે આજે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 11/12/ 2024ના વીરા ગામના બાબુ ભીખા ચવચેટા મુંદ્રા બાજુ જઈ રહ્યા હતા તે દરમ્યાન પોતાનાં ખેતરે વીજ રેષા ગુમ જણાયા હતા. બાદમાં વીજ વિભાગના અધિકારીઆએઁ ત્યાં આવી તપાસ કરી હતી. નીલકંઠ વાડીથી મોમાય હોટેલવાળા રસ્તે 11 કે.વી.ની ખેતીવાડીની લાઇન પસાર થાય છે. અહીંના 15 ગાળાના થાંભલામાં ચાલુ લાઇનના રૂા. 36,772ના 1695 મીટર વાયર કાપી ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે હવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.