કંડલામાં ચોરી કરવા આવેલી ત્રણ અજાણી મહિલા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કંડલામાં ચોરી કરવા આવેલી ત્રણ અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલામાં શ્રીજી ટર્મિનલના પ્લોટ નંબર-8માં બાંધકામ ચાલુ છે. કંપનીની દીવાલ પાસે લોખંડના સળિયાની રિંગ, લોખંડની પેનલના ટુકડા વગેરે સામાન પડયો છે. અહી બોલરોમાં સવાર ત્રણ મહિલા આવેલ અને સામાનની ચોરીની કોશિશ કરતાં સિક્યુરિટી વાળા જોઈ જતાં આરોપી મહિલાઓ વાહનમાં બેસીને નાસી ગઇ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.