મહાકાય ટ્રેઈલરે વધુ એક રાહદારીનો જીવ લીધો : જશાપર ફાટક નજીક પગપાળા જઈ રહેલ રાહદારીને ટ્રેઈલરે કચડી નાખતા મોત

accident

copy image

accident
copy image

અબડાસાનાં જશાપર ફાટક નજીક ટ્રેઈલરે અજાણ્યા રાહદારી યુવાનને કચડી નાખતાં આ યુવાનનું બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વહેલી સવારના અરસામાં ટ્રેઈલરના ચાલકે તેના કબ્જાનુ ટ્રેઈલર બેદરકારી-ગફલતભરી રીતે પૂરપાટ ચલાવી પગપાળા  જતાં અંદાજિત 45 વર્ષીય આધેડને હડફેટે લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવમાં જખૌ પોલીસે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.