ગાંધીધામના ચુડવાની સીમમાં યુવાનનું અપહરણ કર્યા બાદ તેના પર આડેધડ હુમલો કર્યાનો મામલો પોલીસ ચોપડે : આઠ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

ગાંધીધામ ખાતે આવેલ ચુડવાના સીમ વિસ્તારમાં એક યુવાનનું અપહરણ કર્યા બાદ તેના પર હુમલો કરી દેવામાં આવતા કંપનીના માલિક સહિત આઠ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થી વિગતો મુજબ ચુડવા-મીઠી રોહરમાં રહેનાર ફરિયાદી રમજુ હુસેન ગગડા ગતા તા. 3/4ના શંકર પ્લાયવુડ કંપની પાછળ બકરા ચરાવી રહ્યો હતો તે સમયે ખાલી બોટલ દેખાતા તે લેવા જતાં કંપનીમાં દુકાન ધરાવતા મારવાડી શખ્સે તેને રોકી અન્ય શખ્સોને બોલાવ્યા હતા. ત્યારે આ યુવાન ગભરાઈ જતાં નાસવા લાગ્યો હતો તેવામાં ગાડીથી તેનો પીછો કરી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી આરોપી શખ્સો તેને પરત બેન્સામાં લઈ ગયેલ હતા. તેમજ ફરિયાદીને આડેધડ માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.