અયોધ્યામાં રામનવમીની દિવ્ય અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ : રામનગરી ભગવાન શ્રી રામની જન્મજયંતિના આનંદમાં ડૂબી

copy image

આજે રામ નવમીનો પાવન તહેવાર છે અને અયોધ્યામાં દિવ્ય અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે રામનગરી ભગવાન શ્રી રામની જન્મજયંતિના આનંદમાં ડૂબી ગઈ છે. રામ મંદિરની સાથે અયોધ્યાના તમામ મંદિરોને ફૂલોથી શણગારી દેવામાં આવેલ છે. તેમજ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.જાણવા મળી રહ્યું છે કે જન્મદિવસની ઉજવણી સવારે 9.30 કલાકે શરૂ થઈ ગઈ છે. તેમજ અયોધ્યાના રામ મંદિરમાં આ બીજી જન્મજયંતિ છે. રામ ભગવાનનો જન્મ બપોરે 12 વાગ્યે થશે ત્યારે મંદિરમાં પૂજા-અર્ચના, આરતી અને સૂર્ય તિલક કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે રઘુકુળમાં રામલલાનો જન્મ થતાં જ આનંદ ચરમસીમાએ પહોંચી જશે.
