હત્યાની કોશિશના ગંભી૨ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાબડા સાહેબનાઓએ શરીર સબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી ઈસમોને તુરંત પકડી પાડવા સારુ આપેલ સુચના અનુસંધાને ગઈ તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફ.આઈ.આર નં-૧૧૯૯૩૦૧૧૨૫૦૦૭૫/૨૦૨૫ બી.એન.એસ કલમ-૧૦૯(૧),૧૧૮(૨),૨૯૬, ૩૫૧(૩)તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબનો ગુનો દાખલ થવા પામેલ જેમાં ઈજાપામનાર સાહેદને આ કામેના આરોપીએ જાનથી મારી નાખવાના ઈરાદે ગળા પર ચપ્પુ મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોવા બાબતની ફરીયાદ આપતા ઉપરોક્ત ગુનો દાખલ થવા પામેલ જેમાં 1.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદર ગુનાની આગળની તપાસ જે.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ અને હ્યુમન સોર્સિસની મદદથી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુના કામે અટકાયત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ

પકડાયેલ આરોપી:-

લખવિંદરસિંગ ઉર્ફે લખ્ખાસિંગ ગુરમુખસિંગ જાટ (શીખ) ઉ.વ-૪૩

૨હે.શેરુ તા.જિ-તરણતારણ પંજાબ

આ સફળ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવેલ છે.