જીઆરડી ભરતીની દોડ કસોટીને લઈને વાહન નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામું જારી કરાયું

માનદ વેતન ધરાવતા હંગામી જીઆરડી/એસઆરડી/મહિલા સભ્યોની ખાલી રહેલી જગ્યા ઉ૫ર ભરતી કરવા અર્થે શારીરિક કસોટીની દોડ તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૨૧/૦૪/૨૦૨૫ સુધી સવારના ૦૫:૦૦ કલાકથી બપોરના ૧૨:૦૦ કલાક સુધી ખારી નદી ચોકડી, ભુતનાથ મહાદેવ પાસે કેનિયોન હોટલ, હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી ટોયોટા શો રૂમ સુધીના રસ્તા ઉપર યોજાનાર છે. જેથી આ રસ્તા ઉપર વાહનોની અવર-જવર બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉ૫યોગ કરવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવેલ છે. આ જાહેરનામા અન્વયે ખારી નદી ચોકડી-ભુતનાથ મહાદેવ પાસે કેનીયોન હોટલ- હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી-ટોયોટા શો રૂમ સુધીના એક તરફના રસ્તા ૫રથી વાહનો અવર-જવર કરી શકશે નહીં. વૈકલ્પિક માર્ગ તરીકે ખારીનદી ચોકડી-ભુતનાથ મહાદેવ પાસે કેનીયોન હોટલ- હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી-ટોયોટા શો રૂમ સુધીના બીજી તરફના રસ્તા ૫રથી વાહનો અવર-જવર કરી શકશે. આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલા વાહનો અને પોલીસ અધિક્ષકશ્રી, ૫શ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહીં તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા હુકમ કરાયો છે