લાકડીયા પોલીસે મુંબઈગરા નો મોબાઇલ શોધી આપ્યો


કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ માનવતા ભર્યા કાર્ય કરી આમ જનતા નો વિશ્વાસ સંપાદન કરી રહી છે ત્યારે વાગડ વિસ્તારના હાઈવે પટ્ટી પર આવેલા લાકડીયા પોલીસ મથક ના પીઆઈ તથા સ્ટાફ દ્વારા મુંબઈથી માદરે વતન આવેલા શાંતિલાલ ખીમજીભાઈ ગાલા રહે. મૂળ લાકડીયા તા. ભચાઉ કચ્છ વાળા તા. 4/4/2025 ના રોજ સચ્ચા માતાની પેડી હોવાથી મુંબઈ થી માદરે વતન આવેલ.જેમાં કિંમતી મોબાઇલ પડી જતાં લાકડીયા પોલીસે શોધખોળ કરી શોધી આપી માનવતા નું કામ કર્યું હતું