લ્યો બોલો અબ કેદી બના વકીલ ! : ગુજરાતમાંથી હાઈકોર્ટનો નકલી સરકારી વકીલ ઝડપાયો
copy image

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી રહી છે. હવે, હાઇકોર્ટનો નકલી સરકારી વકીલ ઝડપાયો હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ શખ્સ સરકારી વકીલ બની લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, સોલા વિસ્તારમાં એક મહિલાના પતિને જામીન મેળવવા એકવાર 20 હજાર ચૂકવ્યા બાદ વધુ રકમની માંગણી કરતા મહિલાને શક ગયો હતો. જેથી તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કે, આ વ્યક્તિ સરકારી વકીલ નહીં પણ જેલમાંથી હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરેલો આરોપી નીકળ્યો.
આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોતાની ઓળખાણ સરકારી વકીલ તરીકે આપતો હતો, પરંતુ હકીકતમાં તે હત્યાનો આરોપી અને જેલમાંથી પેટ્રોલ જમ્પ કરેલો વ્યક્તિ હતો. તે રોજ હાઇકોર્ટમાં ચાલતા કેસના કોઝલિસ્ટ ડાઉનલોડ કરી અને આરોપીના પરિવારનો સંપર્ક કરતો હતો. બાદમાં તેમને મદદ કરવા માટે તેમજ કડક દલીલ ન કરવાથી તેમના પરિવારના કે આરોપીને મદદ મળશે તેવી વાતો કરી રૂપિયા પડાવતો હતો.
વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, અમદાવાદની એક મહિલા તેના પતિ 18 મહિનાથી પોક્સો કેસમાં જેલમાં હતા. તે સમયે તેમના પતિને છોડાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે તેમને કોઈ વ્યક્તિનો ફોન આવેલ હતો જેને હાઇકોર્ટનો સરકારી વકીલ હોવાની ઓળખ આપી હતી. પોતે સરકારી વકીલ છે અને આ કેસમાં કડક દલીલ નહીં કરું જેથી તમારા પતિને છૂટવામાં મદદ થઈ શકશે, તેવી વાત કરેલ હતી. મહિલા આરોપીની વાતમાં આવી તેને એસજી હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટમાં મળવા બોલાવ્યા હતા. અને બાદમાં 20,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ વધુ રૂપિયાની માંગણી કરી. બધાં વધુને વધુ પૈસાની માંગ કરતાં મહિલાને તેના પર શક ગયો હતો જેથી તે તેના એક ખાનગી વકીલને લઈને તેને મળવા લઈ ગઈ હતી. ત્યારે સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમે નકલી વકીલને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસે આ નકલી વકીલને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.