ધોરાજીમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી

વીઓ :- ધોરાજીમાં હનુમાન જયંતી નિમિત્તે ધોરાજીના વિવિધ હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હનુમાન જયંતીના આ પાવન પ્રસંગે ધોરાજીના હનુમાન મંદિરોમાં લાઈટીંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. ધોરાજીના હનુમાન મંદિરોમાં હનુમાન જયંતી નિમિત્તે ભક્તો સવારથી જ પુજા-પાઠ તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. ધોરાજીમાં હનુમાન જયંતીના આ પાવન પ્રસંગે ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
રિપોર્ટેડ બાય :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી