અમદાવાદ હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ 16 ઝડપાયા : ATSએ મુખ્ય આરોપીની પણ કરી ધરપકડ

15 હથિયાર અને 498 રાઉન્ડ જપ્ત કરાયા.હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ 16 ઝડપાયા:ATSએ મુખ્ય આરોપી શોકત અલીને પણ દબોચ્યો,

ગુજરાત ATSએ નકલી ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાડ ઝડપ્યું હતું.

અગાઉ 7 એજન્ટ ત્યારબાદ હથિયાર ખરીદનાર 16 આરોપીઓ અને આજે(12 એપ્રિલ) બીજા વધુ 16 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શોકત અલીની ધરપકડ કરી છે.16 આરોપીઓ પાસેથી 15 હથિયાર અને 489 રાઉન્ડ કરવામાં આવ્યા છે.

મુખ્ય આરોપી શોકત અલી સહિત 16 ઝડપાયા ATSએ હથિયારના કેસમાં વધુ 16 આરોપીની ધરપકડ કરી છે.આ ઉપરાંત હથિયાર કૌભાંડના મુખ્ય આરોપી શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે. શોકત ગુજરાતના મુખ્ય સાત એજન્ટના સંપર્કમાં હતો.એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો. હથિયાર માટે 19 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે. ATSએ ઝડપેલા 16 આરોપીઓ પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્તોલ, 5 બાર બોર ગન સહિત 15 હથિયાર અને 489 રાઉન્ડ કબ્જે કરવામાં આવ્યા છે.

બાઈટ…. ચૌધરી ATS

રિપોર્ટ બાય : અશ્વિન લિંબાચિયા, અમદાવાદ