સગીરાના અપહરણના ભાગેડુ આરોપીને પોલીસે તામિલનાડુથી દબોચ્યો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સગીરાના અપહરણના ભાગેડુ આરોપીને તામિલનાડુથી દબોચી લીધો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2013માં આરોપી ઈશમએ 16 વર્ષીય સગીરાનું અપહરણ કરેલ હતું. બાદમાં જે તે સમયે ભોગ બનનાર સગીરા ભુનેશ્વર રેલવે સ્ટેશનથી મળી આવી હતી. આ ગુના કામેનો આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે 12 વર્ષથી નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે તામિલનાડુથી ઝડપી પાડ્યો છે.