11 માસ આગાઉ ભુજમાં બનેલ હત્યાના પ્રકરણમાં આરોપી નિર્દોષ જાહેર
copy image

સૂત્રો જણાવી રહ્યા છે 11 માસ આગાઉ ભુજમાં બનેલ હત્યાના પ્રકરણમાં આરોપી શખ્સને નિર્દોષ જારી કરતો હુકમ કોર્ટે જાહેર કર્યો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ 11 માસ પૂર્વે મિત્રોની મશ્કરી કરવાની ના પાડતાં તેનું મનદુ:ખ રાખી આરોપી ઈશમે મિત્રના સાળા વેલજી નથુભાઈ કોળીને મિરજાપર રોડ ભગવતી ચાર રસ્તા પાસે લોખંડના પાઈપથી માર મારી હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો છે.