ભુજમાં 17 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

ભુજમાં 17 વર્ષીય કિશોરીએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના જયનગરમાં રિદ્ધિ ચૌહાણે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતી તે સમયે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.