ભુજના બળદિયામાંથી ગંજીપાના વડે જુગાર રમતી ચાર મહિલા સહિત છ ખેલીઓની અટક
copy image

ભુજના બળદિયામાંથી ગંજીપાના વડે જુગાર રમતી ચાર મહિલા સહિત છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના બળદિયા ગામે ઉપલાવાસમાં હનુમાન મંદિરચોક નજીક સાંજના અરસામાં જુગાર રમાઈ રહ્યો હતો. તે દરમ્યાન પોલીસે રોકડા રૂા. 5790 તથા ચાર મોબાઇલ કિં.રૂા. 15,500 એમ કુલ રૂા. 22,290ના મુદ્દામાલ સાથે જુગાર રમતી ચાર મહિલા સહિત છ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.