ભુજમાંથી સાત મહિલા સહિત નવ જુગારીઓને પોલીસે દબોચ્યા

copy image

copy image

ભુજમાંથી સાત મહિલા સહિત નવ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  ગીતા કોટેજમાં કિરણબેન મોહન કોલીવાળા રહેણાક મકાનની બહાર જુગાર રમાઇ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અને અહીથી મહિલા સહિત નવ પત્તાપ્રેમીઓને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.