લાકડીયા પો.સ્ટે. વિસ્તારમાંથી રૂ.૫,૦૫, ૭૫૨/- નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ લાકડીયા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હડીકત મળેલ કે પ્રોહી.બુટલેગ૨ (૧) રામજી જીવા વરીયા રહે. ઘરાણા તા.ભચાઉ તથા (૨) જુસબ સુલેમાન ગગડા ની ઘરાણા સીમ વિસ્તારમાં આવેલ ડબ્જા ભોગવટાના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી સંતાડી રાખેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર

હાજર ન મળી આવેલ આરોપીઓનાં નામ

(૧) રામજી જીવા વરીયા રહે. ઘરાણા તા.ભચાઉ (પ્રોહી.બુટલેગર)

(૨) જુસબ સુલેમાન ગગડા રહે. ખરાવાડવાસ લાકડીયા તા.ભચાઉ (પ્રોહી.બુટલેગર)

દાખલ કરેલ ગુનાની વિગત-

લાકડીયા પો.સ્ટે.ગુ.૨.નં. ૦૦૭૯/૨૫ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૮૩

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.