ગાંધીધામ એસઓજીએ ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

ખાનગી બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ કરી કાર્યવાહી

હોટલ અપના પંજાબનો સંચાલક બલવીન્દરસિંગ જયમલસિંગ પોતાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી

આરોપી પાસેથી 6.25 લાખની કિંમતનો 12.50 ગ્રામ માદક પદાર્થ હેરોઈનનો જથ્થો મળી આવ્યો

આરોપી પાસેથી હેરોઈન, મોબાઈલ, રોકડ સહિત 7.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી