ભાવનગર જિલ્લાના જાળિયા ગામના હસ્તગીરી તીર્થના ડુંગર વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી
copy image

ભાવનગર જિલ્લાના જાળિયા ગામના હસ્તગીરી તીર્થના ડુંગર વિસ્તારમાં ફરી એક વખત આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, પાલીતાણા તાલુકાના જાળિયા ગામે આવેલા હસ્તગીરી તીર્થના ડુંગર પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે જાણ થતાં મામલતદાર સહિત વન વિભાગના સ્ટાફ સહિત ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૂત્રો જણાવી રહ્યા છે આ ડુંગરમાં વન્ય પ્રાણીઓ સિંહ સહિત વસવાટ કરી રહ્યા છે. દર વર્ષે આગ લાગે છે ત્યારે આ વર્ષે પણ ઉનાળામાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.