“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી(ખનીજ)નું ખનન કરતા એક ટ્રેક્ટર તથા એક લોડરને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોટા બાંધા નદી વિસ્તારમાં ગે.કા. રીતે રેતી(ખનીજ) નું ખનન ચાલુમાં છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ટ્રેકટર તથા એક લોડર વડે ખનન ચાલુમાં જોવામાં આવેલ તેમજ બે ઇસમો ખાણ કામ કરતા હાજર મળી આવેલ અને ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય અને સ્થનીક જગ્યાએથી થોડે દુર રેતીના ઢગલા કરેલ હોય જેથી હાજર લોડર ચાલક રસીદ ઇબ્રાહિમ સમા રહે. સુમરાસર શેખ, ભુજ તથા ટ્રેક્ટર ચાલક સનાવલા કાસમ સમા રહે. નાના દીનારા તા.ભુજ વાળાઓ પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ કે પરવાનગી નહી હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારૂ ખાણ ખનીજ વિભાગ, ભુજ નાઓને સ્થળ તપાસણી સારૂ જાણ કરવામાં આવેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- કબ્જે કરેલ વાહનો(કુલ્લે કિં.રૂ. ૯,૦૦,૦૦૦/-(નવ લાખ))
➤ GJ-36-AC-5045 ट्रे६८२ डी.३८. ४,००,000/-
➤ GJ-12-FB-5303 ोऽ२ डी.३८. ५,००,०००/-