ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રોહિ લીસ્ટેડ બુટલેગ૨ વિરૂધ્ધ ડિમોલેશનની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ


મ્હે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ અલગ-અલગ મુદાવાઈઝ કડકમાં કડા કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમારસાહેબ પોલીસ અધિક્ષક સાહેબથી પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ,ભચાઉ નાઓએ પો.સ્ટે વિસ્તારમાં શરીર સબંધી તથા મિલ્કત સંબધી ગુન્હાઓ તથા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવા સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટરથી એ.એ.જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન નાઓએ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી/શરીર સબંધી/પ્રોહિબીશન-જુગારના આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી ક૨વા અન્વયે ભચાઉ વિસ્તારના પ્રોહિ લીસ્ટે બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજા રહે.દરબારગઢ ભચાઉ વાળાના નામે ઈન્દ્રાબા વા/ઓફ અશોકસિંહ જાડેજા ના ભચાઉ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર/વધારાનું બાંધકામ કરેલ હોઈ મુખ્ય કારોબારી અધિકારી ભચાઉ વિસ્તાર વિકાસ સતામંડળ ભચાઉ-કચ્છ નાઓના નં.ભાડા/હુકમ/ડિમોલેશન/૩૭/૨૦૨૫ તા.૧૩/૦૪/૨૦૨૫ વાળા હુકમ આધારે ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ દૂર (ડિમોલેશન)ની કાર્યવાહી કરવામાં આવેલ છે.