આગામી ચાર દિવસમાં રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના

copy image

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રીના વધારો થવા અંગે આગાહી કરવામાં આવી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ શહેર માટે આજે યલો એલર્ટ સાથે 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ત્યારે કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવતી કાલથી ફરી હિટવેવની આગાહી હવામાં વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ 15થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હિટવેવની સાથે યેલો અલર્ટની આગાહી કરાઈ છે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.