જૂનાગઢમાંથી 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

જૂનાગઢમાંથી 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને એસઓજી ટીમે ઝડપી પાડ્યા હોવાના આહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જૂનાગઢ શહેરમાં આવેલા અગ્રાવત ચોક નજીક તુષાર ટાટમિયા નામનો શખ્સ ખલીલપુર રોડ તરફ ડ્રગ્સ વેચવા જઈ હોવાની બાતમી એસઓજી પોલીસને મળેલ હતી. ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ઈશમને ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની કુલ 46600 રૂપિયાનું ડ્રગ્સ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.