“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના બ્રાસના રૉડ તથા કોપરના વાયરો સાથે ત્રણ ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી. નવિનભાઇ જોષી તથા પો.કોન્સ. લાખાભાઇ રબારીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શક્તિદાન ગઢવી તથા નિલેશભાઇ ભટ્ટનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, સુલતાન કુંભાર રહે વિગોડી તા. નખત્રાણા વાળો કોડકી ગામ થી ભુજ તરફ છોટા હાથી લોડીંગ વાહન જેના રજી નંબર GJ 22 U 0478 વાળી લઇને આવી રહેલ છે જેના અંદર કોપરના વાયરો તથા અન્ય ભંગાર ભરેલ જે તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને સગેવગે કરવાની ફીરાકમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સદર વાહનમાંથી (૧) સુલતાન હાસમ કુંભાર (૨) હાજી કરમખાન પડીયાર (૩) ભચાયા કરમખાન પડીયાર વાળાઓ મળી આવેલ અને સદર વાહનમાંથી બ્રાસના રૉડ તથા કોપરના વાયરોના ગુચડાઓ મળી આવેલ જે બાબતે મજકુર ઇસમો પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુર ઇસમોએ કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમોની પુછપરછ કરતા જણાવેલ કે, એ.ટી.પી.એસ. નાની છેર ખાતે આવેલ મેગસેલ કંપનીમાંથી કોપરના વાયરોના ટુકડાઓના ગુચડાઓ હાજી પડીયાર તથા ભચાયા પડીયાર વાળાઓએ ચોરી કરી લીધેલ તથા બ્રાસના રૉડના ટુકડા અલી મૈયા જત રહે. ખાણોટ તા. લખપત વાળાએ સુલતાન કુંભારને આપેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ
બ્રાસના રૉડના ટુકડા નંગ ૧૩ વજન ૬૦ કી.ગ્રા.. કી.રૂા. ૨૪,૦૦૦/-
કોપરા વાયરોના ટુકડાના ગુચડા વજન ૩૦ કી.ગ્રા., કી.રૂા. ૧૫,૦૦૦/-
ટાટા કંપનીનું ACE HT લોડીંગ વાહન રજી.નં. GJ 22 U 0478 કી.રૂા. ૨,૦૦,000/-
- પકડાયેલ ઇસમ
સુલતાન હાસમ કુંભાર ઉ.વ. ૩૨ રહે. વિગોડી તા. નખત્રાણા
હાજી કરમખાન પડીયાર ઉ.વ. ૨૭ રહે. નાની છેર તા. લખપત
ભચાયા કરમખાન પડીયાર ઉ.વ. ૨૩ રહે. નાની છેર તા. લખપત