“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. નીલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, સનદાદા મંદીર જતા રોડની ડાબી બાજુ આવેલ તળાવની બાજુમાં આવેલ બાવળોની ઝાડીઓમાં એક ઈસમ શંકસ્પદ હાલતમાં હાજર છે અને તેના હાથમાં કાંઈક શંકાસ્પદ વસ્તુ રહેલ છે અને તેની પ્રવૃતિ શંકાસ્પદ છે જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતાં હાસમ આમદ પઠાણ ઉ.વ. ૪૪ રહે. સંજયનગરી, ભુજ વાઓ મળી આવેલ અને તેના પાસેથી એક હાથ બનાવટની દેશી બંદુક મળી આવેલ જે હાથ બનાવટની દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનુ જણાવેલ જેથી મજુકર ઇસમ વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપી

હાસમ આમદ પઠાણ ઉ.વ. ૪૪ રહે. સંજયનગરી, ગ્રાન્ડ થ્રીડી હોટલ પાસે, ભુજ

  • કબ્જે કરેલ મુદામાલ
  • હાથ બનાવટની સીંગલ બેરલની દેશી બંદુક કિં.રૂ. ૧૦૦૦/-

સ્ટીલના છરા કિં.રૂ. 00/-