અંજારના વરસામેડીમાં પગપાળા જઈ રહેલ 23 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતાં મોત

Accident_Logo-1

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં પગપાળા જઈ રહેલ 23 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતાં જીવ ખોવાનો વારો આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 13/4ના રાતના સમયે કમલ ટિમ્બરમાં કામ કરી ત્યાં જ શ્રમિક વસાહતમાં રહેનાર પંકજ નામના યુવાન આ અકસ્માતનો ભોગ બન્યો હતો.  આ યુવાન વીડિયોકોન કંપની નજીકથી પગપાળા જઈ રહ્યો હતો તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટમાં લેતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.