નખત્રાણા પોલીસ મથકનાં જપ્ત કરેલ 47 વાહનોની હરાજી કરાઈ
નખત્રાણા પોલીસ મથકનાં જપ્ત 47 ટુ વ્હીલર વાહનની હરાજી કરવામાં આવી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અહીંના સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી, ચોરી, વિવિધ ગેરરીતિમાં પકડાયેલા 47 જેટલા ટુ વ્હીલર વાહનની હરાજી કરવામાં આવેલ હતી. જુદા જ્દુયા ગુના કામે કબ્જે કરેલાં વાહનો ખૂબ લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ હતા. આ વાહનોની હરાજી કરવા સૂચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપતા તેના અનુસંધાને મામલતદાર અને એક્ઝિક્યુટિવ ટીમ મેજિસ્ટ્રેટના વાહન હરાજી હુકમ તા. 10-5-2022 વાળાના આધારે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે વાહનોની હરાજી કરાઈ હતી. આ પ્રક્રિયામાં 47 વાહનની અપસેટ કિંમત રૂા. 1,67,850 નક્કી કરવામાં આવેલી જેની બોલીમાં રૂા. 13150 વધુ રકમ મળતાં કુલ્લ રૂા. 1,81,000 ઉપજ્યા હોવાનું સામે આવ્યું છે.