નશીલા પદાર્થ ગાંજાની ગેરકાયદેસર પ્રવુતિ અને શરીર સબંધી ગંભીર ગુનાઓ આચરતા ગાંધીધામ કાર્ગો વિસ્તારના માથાભારે ઇશમને કચ્છમાંથી કરાયો તડીપાર


મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અસામાજીક પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપ૨ કડકમાં કડક કાર્યવાહી ક૨વા સુચના આપેલ હોય જે અનવ્યે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌઘરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી સુચના મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા ગુનાહીત પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલા લેવા અગાઉ નશીલા પદાર્થ ગાંજાની ગેરકાયદેસર પ્રવ્રુતિ ક૨ના૨ અને વારંવાર શરીર સબંધી ગુનાઓ આચરતા ગાંધીધામ કાર્ગો વિસ્તારના માથાભારે ઈશમ વિરૂધ્ધ તેના ગુનાહીત ઇતીહાસ આધારે તડીપાર દરખા૨ત મંજુર થવા સારૂ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ અંજાર નાઓ તરફ મોકલી આપવામાં આવેલ જે તડીપાર દરખાસ્ત મંજુર રાખી કચ્છ જીલ્લા તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ જીલ્લાઓની હદ માંથી આ માથાભારે ઈસમને હદપાર કરવા હુકમ કરેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી ઠુકમની બજવણી કરી તેને તડીપાર ક૨વામાં આવેલ છે.
:: હદપાર કરેલ ઇસમનું નામ ::
(૧) મોહમદ સલીમ આઝાદ શાહ ઉ.વ.૨૪ ૨હે-કાર્ગો પી.એસ.એલ.ઝુપડા વિસ્તાર, ગલી નંબર-૩, ગાંધીધામ

ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.