અંજારના ખેડોઈસીમ વિસ્તારમાંથી પ્રોહીબીશનો ગણપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ દારૂ/જુગાર જેવી અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો ૫૨ વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ ક૨વા આપેલ સુચન અન્વયે શ્રી ડી.આર.ભાટીયા સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પ્રો.આઈ.પી.એસ. શ્રી વિકાસ યાદવ સાહેબ તથા શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવેલ હોય તે દરમ્યાન પ્રો.આઈ.પી.એસ. શ્રી વિકાસ યાદવ સાહેબ તથા શ્રી એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે ભુવડ ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત આધારે ખેડોઈસીમ વિસ્તારમાં આવેલ દાદા કૃપા ફાર્મ વાડીએ રેઈડ કરી પ્રોહી મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત :-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૪૨૯/૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૯૮(૨) મુજબ
પકડાયેલ આરોપી :-
ઉપેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૨૩ રહે. મોટી ખેડોઈ ભવાની ચોક તા.અંજાર

આ કામગીરીમાં પ્રો.આઈ.પી.એસ. શ્રી વિકાસ યાદવ સાહેબ તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ.શ્રી એસ.જી.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.