માંડવીના કોડાયમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
copy image

માંડવી ખાતે આવેલ કોડાયમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને એલસીબીએ ઝડપી ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમ કોડાય પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખરવાડ પાસે પોતાના ઘરના ઓટલા ઉપર બેસી મોબાઇલમાં આઇ.ડી. વડે કોઈ શખ્સ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. તેની આઇ.ડી.માં 70 હજારની બેલેન્સ હતી. આ શખ્સે જેની પાસેથી આઇડી મેળવી હતી તે શખ્સનું નામ પણ સામે આવ્યું હતું. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ જુગારધારા તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.