કચ્છના સરહદી પચ્છમ ખાવડા વિસ્તારના ગામો શિક્ષણ, આરોગ્ય ,વીજળી, અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત

ભુજ તાલુકાના ખાવડા સરહદી છેવાડાના વિસ્તારમાં આવેલા આ ગામનું નામ ધોરાડવાંઢ છે .અહી છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી લોકો વસવાટ કરે છે. આ ગામમાં અંદાજે ૧૫૦ જેટલી વસ્તી છે. શિક્ષણ,આરોગ્ય,વીજળી, અને ખાસ કરીને પીવાના પાણીની સુવિધાજ નથી ત્યારે આ તમામ સમસ્યાઓના નિવારણ કરવા માટે અહીના લોકો સરકાર તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યા એની એજ રહી છે . આ ગામના માત્ર ને માત્ર મુસ્લિમ પરિવારો જ રહે છે. ત્યારે તેઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેવું અહીના લોકો કહી રહ્યા છે. આ ઉપરાંત અહીના લોકો છેલ્લા લગભગ ૧૫ વર્ષથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલ છે વોટ પણ ભાજપને આપે છે. તેમ છતાં પાયાની જરૂરિયાતથી વંચિત રાખવામાં આવ્યું રહ્યું છે. ત્યારે આ તમામ મુખ્ય સમસ્યાના નિવારણ માટે ગામના લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સાથે સંપર્ક કરી ગામની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું ત્યારે ગામના લોકો સાથે બહુજન આર્મીના લખન ધુવા, માવજી હિંગણા, નવીન નજાર એ મુલાકાત લીધી હતી. જો આ ગામના લોકોને ટુંક સમયમાં પાણી શિક્ષણ અને વીજળીની સુવિધા નહિ આપવામાં આવે તો આવનારા સમયમાં સરકાર સામે મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.