મિરઝાપર નજીક ગાયત્રી રેસિડેન્સીમાં લોકોની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના ટાવરનું બાંધકામ કરાતા વિરોધ

મિરઝાપર રોડ પર આવેલ ગાયત્રી રેસિડેન્સીમાં લોકોની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના ટાવરનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો મામલો સામે આવી રહ્યો છે. જ્યાં સ્થાનિકોની મુલાકાત લેતા તેમને જણાવેલ કે, અહીના રહીસો, વડીલો, સિનિયર સિટીઝન તમજ બાળકોને તમાને રેડીએશનથી નુકશાન થઈ રહ્યું છે. વધુમાં તેમનું કહેવું છે કે ચાર માસ અગાઉ આ બાંધકામ શરૂ કરવામાં આવેલ હતું જેનો લોકોએ વિરોધ કરતાં તેમને સમય પૂરતું કામ બંધ કરી દીધેલ પરંતુ હાલ ત્રણ ચાર દિવસથી ફરી પાછું એજ કામ શરૂ કરી દેવાયું છે ત્યારે આ કામને બંધ કરાવવા અને તેનો વિરોધ કરવા તમામ લોકો એકઠા થયા છે. વધુમાં તેઓનું કહેવું છે કે, આ મામલે અગાઉ પણ કલેક્ટર સાહેબને અરજી કરવામાં આવેલ છે, અને હજુ પણ કરવામાં આવશે. તેમજ આ કામ ગમે એમ રીતે કરવા નહિ દેવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે.