ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં વધું એક ડીજે ટોયોટાના નવા શોરૂમ માં વધારો કર્યો

ટોયોટા કિર્લોસ્કર મોટર એ આજે ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ – ડીજે ટોયોટાનું અનાવરણ કર્યું. આ શહેરમાં ટોયોટાનું 7 મો અને દેશમાં અગિયારસો સત્તાવનમો શોરૂમ છે.
વસ્ત્રાલના SP રિંગ રોડ પર RAF કેમ્પ પાસે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત, નવું 3S (સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ) શોરૂમ જે ખરીદીના અદભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ શોરૂમનું ઉદ્ઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ (વેસ્ટ) ના વાઇસ પ્રેસિડેન્ટ- શ્રી સિમંત અરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોઈસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે, આ નવી ડીલરશીપનો ઉદ્દેશ્ય તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમરી, અર્બન ક્રુઝર ટેસર, અને નવી ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ, ફોર્ચ્યુનર લિજેન્ડર, હિલક્સ, ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર હાઇરાઇડર, રુમિયન અને લક્ઝુરિયસ LC300 અને વેલફાયર જેવા ટોયોટાને લોકપ્રિય મોડેલોની રજુઆત કરીને સુવિધા, માનસિક શાંતિ અને મુશ્કેલી-મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ