નખત્રાણા પોસ્ટે વિસ્તારમાં અસામાજિક તત્વો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી નખત્રાણા પોલીસ

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં અસામાજીક તત્વો વિરુધ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ તેમજ વીજ જોડાણ કટ કરાવવા સુચના આપેલ હોય જે સુચના આધારે શ્રી એમ.જે.ક્રિશ્ચિયન સા. ઈ.ચા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોસ્ટે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા અસામાજીક તત્વો તેમજ ગે.કા દબાણ કરનાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય

જે અનુસંધાને નખત્રાણા પો.સ્ટે વિસ્તારમાં નખત્રાણા-માતાના મઢ સ્ટેટ હાઈવે રોડ ઉપર કોટડા (જ) ગામ નજીક આવેલ બોમ્બે દમ બિરીયાની નામની નોનવેજ હોટલ જુસબ જુમા જાગોરા નાઓએ રોડની નજીક સરકારી જમીન ઉપર ગેરકાયદેસર હોટલ બાંધી દબાણ કરેલ આ હોટલ ઉપર અવાર-નવાર આવારા તત્વો તેમજ ગુનાહિત પ્રવૃતિ આચરતા ઈસમો જમવા આવી બેસી રહેતા જેથી સદર હોટલ અસમાજિક તત્વો અડ્ડો બનેલ જેથી ગઈ તા.૦૯/૦૩/૨૦૨૫ ના રોજ સદર હોટલ ઉપર હિન્દુ મુસ્લિમના તેમજ એટ્રોસીટી એક્ટ મુજબનો મોટો બનાવ બનેલ જે બાબતે નખત્રાણા પો.સ્ટે એ પાર્ટ ગુ.૨.નં-૨૧૫/૨૫ બી.એન.એસ કલમ-૧૧૮(૧),૨૯૬,૩૫૧(૩), તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)-૩ (૧)(એસ).૩(૨)(૫-એ) મુજબ નો ગુનો દાખલ થયેલ આમ અવાર-નવાર હોટલ પર ગુનેગારો બેસતા હોય જેથી અવાર-નવાર કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો બનતા હોય જે હોટલ અસમાજિક તત્વો વિરુધ્ધ કરેલ કાર્યવાહીના ભાગ રૂપે તોડી પાડી દબાણ કરેલ ૨૫૦ ચોરસ મીટર જગ્યા કિ.રૂ.૨,૨૫,૦૦૦/-ની ખાલી કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

તેમજ નખત્રાણા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૨૩૦/૨૫ આઈ.પી.સી કલમ-૩૨૩,૪૨૭, ૪૪૭,૨૯૪(ખ),૫૦૬(૨),૧૧૪ તથા વિકલાંગધારા કલમ-૯૨(એ).૯૨(બી), ૯૨ (સી).મુજબ તથા નખત્રાણા પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં-૧૧૫/૧૪ પ્રોહી કલમ-૬૫ (ઈ),૬૬(બી) મુજબના ગુનાકામેના આરોપી રણજિતસિંહ ગોરધનજી સોઢા રહે.ગેચડા તા.નખત્રાણા હાલે રહે.નખત્રાણા વાળાઓએ નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામની નજીક હાઈવે રોડ ઉપર ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં પતરાનો શેડ નાખી હોટલ બનાવેલ હોય જે હોટલ અસમાજિક તત્વો વિરુધ્ધ કરેલ કાર્યવાહીના ભાગ રૂપે તોડી પાડી દબાણ કરેલ ૭૮૫ ચોરસ મીટર જગ્યા કિ.રૂ.૦૧,૦૯,૯૦૦/- ની ખાલી કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.