મિની તરણેતર સમા મોટા યક્ષના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

કચ્છની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળાનો રવિવાર તા. 27થી પ્રારંભ થશે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે મેળાને ખુલ્લો મુકાશે. મેળાની બાગડોર સાંયરા યૂથ પંચાયતના સરપંચ જયંતીભાઈ નાકરાણી, ઉપાધ્યક્ષ જે.એમ. જાડેજા, તલાટી રઘુવીરસિંહ ઝાલા, જખરાજ જી. ભોવા, મહિપતસિંહ જાડેજા, પરબતભાઈ ભોવા, રામજીભાઈ ભોવા, બાબુભાઈ ભોવા, હીરાલાલ ભોવા, રતનભાઈ ભોવા, સામતભાઈ ભોવા, ખીમજી મહેશ્વરી, જગદીશ પટેલ, વેરશીભાઈ રબારી, યોગેશભાઈ રબારી, યોગેશભાઈ ગરવા, હરેશ મહેશ્વરી તેમજ સમસ્ત ભોવા પરિવાર સંભાળી રહ્યા છે. તા. 27-9 રવિવારે ભિખુઋષી તળેટીએ ધ્વજારોહણ સવારે 10 કલાકે યક્ષ મંદિરે નિશાન (ધ્વજા) વાઘા વિગેરે ભોવા પરિવાર તરફથી કરવામાં આવશે. રાત્રે સંતવાણી યોજાશે. મેળામાં કાયદો વ્યવસ્થા જાળવવા નખત્રાણાના પી.આઈ. અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 300 જેટલા પોલીસ જવાન કામગીરી સંભાળશે. મેળામાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. દરમ્યાન મેળાના ઉદઘાટન સાથે રૂા. 10 કરોડના ખર્ચે યક્ષ સ્થાનકે યાત્રી-પ્રવાસીઓની સુવિધાના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ધારાસભ્ય અબડાસા તથા મોટા યક્ષદેવ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદ્યુમનસિંહ જાડેજાના સૌજન્યથી આયોજિત સમારોહમાં મુખ્ય મહેમાન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિ. પંચાયત પ્રમુખ પ્રભાબેન રબારી, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વીરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભારતીબેન ગોસ્વામી, વસંતભાઈ વાઘેલા, દિનેશભાઈ રૂડાણી, મંજુલાબેન ચાવડા ઉપસ્થિત રહેશે. મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટર અનિલ રાણાવસિયાએ મેળા આયોજન સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી હતી.