માંડવી તા.ના નાગલપુરનો યુવાન બન્યો પાઈલટ

image

માંડવીના નાગલપુર ગામના વતની અને વિનોદભાઈ આયડીના પુત્ર રોહિત વિનોદભાઈ આયડીએ 22 વર્ષની ઉંમરે પાઈલટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. રોહિતની આ સિદ્ધિથી પરિવારજનો ઉપરાંત સમગ્ર નાગલપુર ગામ, માંડવી પંથક અને કચ્છ મહેશ્વરી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. રોહિતે પોતાના પ્રાથમિક શિક્ષણની શરૂઆત માંડવીની શ્રીમતી મણીબેન પ્રેમજી કરાણી મેમોરિયલ સ્કૂલ શિશુ મંદિરમાં કરી હતી. આકાશમાં ઉડાન ભરવાનું સપનું ધરાવતા રોહિતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા ઉાuક્ષયત એવિએશન એકેડમી, ભાવનગર ખાતે પાઈલટની તાલીમ મેળવી હતી. નાગલપુર જેવા નાના ગામથી શરૂ થયેલી રોહિતની સફર હવે આકાશ સુધી પહોંચી છે. આ સફળતા બદલ તેમના પરિવારજનો, મિત્રો, શિક્ષકો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.