માંડવીના આસંબિયા નાના ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ-બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી અને દબાણ મુક્ત કરાઈ

માંડવી તાલુકાના આસંબિયા નાના ગામની સીમ વિસ્તારમાં સરકારી સર્વે નંબર ૩૯૦ અને ૩૭૭ પૈકીના વિસ્તારમાં તથા માંડવી રૂરલના સરકારી સર્વે નંબર ૩૭૦ પૈકીમાં ગેરકાયદેસર દબાણ-બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી અને દબાણ મુક્ત કરવામાં આવી.

સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશરૂપે આજરોજ તા.૧૭/૦૪/૨૦૨૫ ના માંડવી તાલુકાના મોજે આસંબિયા નાના ગામના સરકારી સર્વે નંબર ૩૯૦ અને ૩૭૭ તથા માંડવી રૂરલ વિસ્તારના સરકારી સર્વે નંબર ૩૭૦ પૈકીની જમીન પર કોમર્શીયલ અને ખેતી વિષયક હેતુ માટે ગેરકાયદેસર દબાણ -બાંધકામ દૂર કરવામાં આવેલ. આ કામગીરી અંતર્ગત શ્રી વી.કે. ગોકલાણી, મામલતદારશ્રી માંડવી દ્વારા દબાણકર્તા શખ્સોને દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ. જે ગેરકાયદેસર કોમર્શીયલ દબાણ -બાંધકામને આજરોજ ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી, કચ્છ ભુજના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી, મુંદરાના સુપરવિઝન હેઠળ મામલતદારશ્રી, માંડવી, નાયબ મામલતદારશ્રી, દબાણ-માંડવી, માર્ગ અને મકાન વિભાગના ઈન્જીનીયરશ્રી, માંડવી તથા પોલિસ ઈન્સ્પેક્ટરશ્રી, કોડાય તથા માંડવી તેઓની ટીમ તથા પીજીવીસીએલ ટીમ અને તલાટી કમ મંત્રીશ્રી આસંબિયા નાનાની હાજરીમાં આ જમીન દબાણ મુક્ત અને ખુલ્લી કરવામાં આવી.

આ કામગીરી બાદ કુલ અંદાજીત ૩૭૦૪૪ ચોમી અને અંદાજે કિંમત જંત્રી મુજબ ૫૪,૮૪,૯૫૨/- (અંકે રૂપીયા ચોપન લાખ ચોર્યાસી હજાર નવસો બાવન) ની જમીન દબાણ મુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી તેવું પ્રાંત અધિકારીશ્રી મુંદરા-કચ્છની યાદીમાં જણાવવામાં આવ્યું.