ભુજ શહેરમાં ફોર વ્હીલ ઉપર સ્ટંટ કરતા સ્ટંટબાજો પર કડક કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ
copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્વિમ કચ્છ ભુજનાઓ જિલ્લામાં વાહન ઉપર સ્ટંટ કરતા સ્ટંટબાજો ઉપર કડક કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને ભુજ શહેર વિસ્તારમાં રાત્રીના સમયે GJ12FD 8037 તથા GJ12FE 2803 વાળી ફોર વ્હીલ ઉપર સ્ટંટ કરતા સ્ટંટબાજોનો વિડીયો સોશીયલ મિડીયા વાયરલ થતાની સાથે તુરંત જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.ડી.સરવૈયાનાઓના તથા તેઓની ટીમ દ્રારા આ સ્ટંટબાજોને શોધી તેઓના GJ12FD 8037 તથા GJ12FE 2803 વાળી ફોર વ્હીલ વાહન એમ.વી.એકટ કલમ-૨૦૭ મુજબ વાહન ડિટેઇન કરવામાં આવેલ.