લોન પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

jail

copy image

copy image

લોન પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા ગાંધીધામના આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી નટવરભાઈ નારણભાઈ ઠાકોરે ગાંધીધામમાં   શ્રીરામ ટ્રાન્સપોર્ટ  ફાઈનાન્સ કંપની લિમિટેડ પાસેથી લોન લીધેલ હતી જેના બદલામાં આપવામાં આવેલ ચેક ફરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવીને  એક વર્ષની સાદી કેદની સજા તેમજ વળતર પેટે ચેકની રકમ રૂા. 8.30 ફરિયાદીને 60 દિવસમાં ચૂકવી  આપવા હુકમ કર્યો હતો. અને આમ કરવામાં ન આવે તો વધુ એક માસની સજાનો આદેશ કર્યો હતો.