ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર રમજુ ઓસમાણ ચાવડાએ મેસર્સ ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની પાસે વાહન ખરીદી માટે લોન લીધી હતી, જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા તેના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે ચેકની રકમ રૂા. 3,12,174  ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.