ભુજના નાગોર તરફથી રૂ. ૩૫,૦૦૦/ સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં અપાયા


આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન હંમેશા આપતી રહી છે. આપણી માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખતા, પોતાનું સર્વોચ્ચ સમર્પિત કરતા આપણા શુરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રતી સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અને તેમના માટેની કલ્યાણકારી પ્રવૃતિઓના સંચાલનને વેગ મળે તે માટે, સમસ્ત ગ્રામજનો, નાગોર, તા. ભુજ તરફથી તા. રૂ. ૩૫,૦૦૦/-(રૂ. ૩૫ હજાર) નો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં તા. ૧૭ એપ્રિલ ૨૦૨૫ નાં રોજ આપવામાં આવ્યો હતો. તેઓ તરફથી ગત વર્ષે પણ માતબર સહાય આ ફંડમાં આપવામાં આવી હતી. તેઓના આ નિરંતર સહયોગને બિરદાવવા કચ્છ જિલ્લા અધિક કલેક્ટર શ્રી ડી. પી. ચૌહાણ, G.A.S તરફથી આ પ્રસંગે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કચ્છ જિલ્લા અધિક કલેક્ટર શ્રી ડી. પી. ચૌહાણ, G.A.S તથા મદદનીશ જિલ્લા સૈનીક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી, એચ.એન. લીમ્બાચીયા એ આ પ્રસંગે સમસ્ત, નાગોર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જિલ્લાની વિવિધ સસ્થાઓ અને નાગરિકોને આ પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ આપવા નમ્ર વિનંતી કરી હતી. આપ આ ફાળો ભુજ (કચ્છ) જિલ્લાની, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫), રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ખાતે રૂબરૂમાં રોકડ,ચેક અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ, કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજના નામનો બનાવી જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ ખાતે જમા કરાવી શકો છો