એક તરફ ગરમીનો પ્રકોપ ત્યારે બીજી તરફ આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાવાની કરાઈ આગાહી

copy image

કચ્છમાં ગરમીનો પ્રકોપ દિન-પ્રતિ-દિન વધી રહ્યો છે ત્યારે રવિવારથી બે દિવસ જિલ્લામાં પ્રતિ કલાક 20થી 30 કિ.મી.ની ઝડપે ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ 43.8 ડિગ્રી સાથે અંજાર-ગાંધીધામ રાજ્યનાં મોખરાનાં ગરમ મથકો બન્યા છે. સામાન્યથી 4 થી 5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે. કચ્છના જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે સૂત્રોનું કહેવું છે કે, હવામાન વિભાગે બે દિવસ મહત્તમ પારો ઘટવા અને તે પછી ફરી તાપમાન ઊંચકાવવાની સંભાવના દેખાડી છે. હજુ એક દિવસ ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી આપતું યલો એલર્ટ યથાવત્ રખાયું છે, તેમજ ગરમીમાં મામૂલી રાહત મળવા સાથે ધુળની ડમરી ઉડાડતો પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે.