ભચાઉમાંથી જાહેરમાં જુગાર  રમતી ત્રણ મહિલાઓની અટક

jugar

copy image

copy image

ભચાઉમાંથી જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓની પોલીસે અટક કરી હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉની સર્વોદય સોસાયટીમાં ટાવર પાસે આવેલાં ખૂલ્લાં મેદાનમાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને જુગાર રમતી ત્રણ મહિલાઓને રંગે હાથ ઝડપી પાડી હતી. પોલીસે પકડાયેલ મહિલાઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.