અંજારમાં ધોળા દિવસે બે બંધ મકાનમાંથી ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

chor

copy image

copy image

 અંજારમાં ધોળા દિવસે બે બંધ મકાનોમાંથી 66 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે ધરમશી કમાભાઈ સિંધલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર  અજાણ્યા આરોપી ઈશમો ફરિયાદીનાં મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂા.50 હજાર લઈ ફરાર થઈ ગયો હતો. ઉપરાંત ફરિયાદીની બાજુમાં રહેતા નારણભાઈ વેરશીભાઈ વણકરનાં મકાનમાંથી રોકડા રૂા. 12 હજારની ચોરી થઈ હતી.  આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.